ભારત સરકારે ફરી એકવાર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરીને ચીનની 54 નવી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ 54 ચાઈનીઝ એપ્સથી ભારતની સુરક્ષા જોખમાઈ હતી. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એપ ભારતીય યુઝરનો ડેટા ચીન અને અન્ય દેશોમાં મોકલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ ભારતીય યુઝર્સના ડેટાને વિદેશી સર્વરમાં ટ્રાન્સફર કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધિત આ 54 એપ્સ 2020માં પ્રતિબંધિત એપ્સનો નવો અવતાર છે. ચાલો જોઈએ 2020 થી ભારતમાં પ્રતિબંધિત ચીની એપ્સની સંપૂર્ણ સૂચિ.
29મી જૂન 2020ના રોજ પ્રતિબંધિત એપ્સની યાદી
ભારતમાં ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ જૂન 2020માં શરૂ થયો હતો. ભારત સરકારે 29 જૂન 2020 ના રોજ પ્રથમ ડિજિટલ સ્ટ્રાઇક કરતી વખતે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી અનુક્રમે 47, 118 અને 43 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ તમામ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.