64MP કેમેરા સાથે Poco M4 Pro લોન્ચ, 15 હજારથી ઓછી કિંમત, આ રીતે મળશે ₹1000ની છૂટ
ચાઈનીઝ ફોન નિર્માતા પોકોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Poco M4 Pro લોન્ચ કર્યો છે. આ Poco M4 Pro 5Gનું 4G વેરિઅન્ટ છે જે થોડા દિવસો પહેલા આવ્યું હતું. આ ફોનને ભારતીય બજારમાં તેમજ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2022 ઈવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 90Hz AMOLED ડિસ્પ્લે, MediaTek Helio G96 ચિપ, 64MP પ્રાઈમરી કેમેરા અને 5,000mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Poco M4 Pro 4G કિંમત અને ઑફર્સ
6GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે Poco M4 Pro 4G વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તે 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 128GB સ્ટોરેજમાં પણ આવે છે, જેની કિંમત અનુક્રમે રૂ. 16,499 અને રૂ. 17,999 છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 7 માર્ચ (બપોરના 12 વાગ્યા)થી શરૂ થશે. આ દરમિયાન HDFC બેંકના કાર્ડધારકોને 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સ્માર્ટફોન ત્રણ કલર વિકલ્પોમાં આવે છે – કૂલ બ્લુ, પોકો યલો અને પાવર બ્લેક.
Poco M4 Pro 4G ના ફીચર્સ
Poco M4 Pro 4G સ્માર્ટફોન 90Hz રિફ્રેશ રેટ (180Hz ટચ સેમ્પલિંગ) અને હોલ પંચ કટ-આઉટ સાથે 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 સ્ક્રીન પ્રોટેક્શન સાથે ઓલ-પ્લાસ્ટિક બોડી છે. આમાં, MediaTek Helio G96 પ્રોસેસર સાથે 128 GB સુધીની સ્ટોરેજ અને 8 GB સુધીની રેમ ઉપલબ્ધ છે. ફોન ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP53 પ્રમાણિત છે.
ખાસ વાત એ છે કે તેમાં વર્ચ્યુઅલ મેમરી એક્સ્પાન્સન ફીચર અને સ્ટોરેજ એક્સપાંશનની સુવિધા પણ છે. ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 64-મેગાપિક્સલનો પ્રાથમિક, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટર છે. આગળની બાજુએ, તેમાં 16MP સેલ્ફી કેમેરા છે. તેમાં 5,000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ડ્યુઅલ સ્પીકર્સ અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ રીડર છે.