આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું:
પગલું 1: https://appointments.uidai.gov.in/easearch.aspx?AspxAutoDetectCookieSupport=1
ઉપર આપેલ વેબસાઇટની મુલાકાત લો અને તમારા નજીકના વિસ્તારોમાં આધાર નોંધણી કેન્દ્રો શોધો.
પગલું 2: આધાર કેન્દ્ર માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરો. આ એપોઇન્ટમેન્ટ આધારની સત્તાવાર વેબસાઇટ https://aadharcarduid.com/aadhaar-card-apply-online પર બુક કરી શકાય છે. આ સિવાય એપોઇન્ટમેન્ટ વિના પણ આધાર કેન્દ્રની મુલાકાત લઇ શકાશે.
PAN Card : હવે ઘરે બેઠા જ બનાવો તમારૂ પાનકાર્ડ ,ખતમ થશે સરકારી કચેરીઓના ચક્કર
પગલું 3: મતદાર આઈડી કાર્ડ, સરનામાનો પુરાવો અને જન્મ પ્રમાણપત્ર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી સાથે રાખો.
પગલું 4: નોંધણી કેન્દ્રની મુલાકાત લીધા પછી, નોંધણી ફોર્મમાં તમારી વિગતો દાખલ કરો.
પગલું 5: બધા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.
પગલું 6: એકવાર દસ્તાવેજો સબમિટ થઈ જાય, પછી વપરાશકર્તાનો બાયોમેટ્રિક ડેટા સ્કેન કરવામાં આવે છે જેમાં ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ ઓળખનો સમાવેશ થાય છે.
સ્ટેપ 7: આ પછી યુઝરને એક રસીદ મળે છે જેમાં 14 અંકનો એનરોલમેન્ટ નંબર હોય છે. તેના દ્વારા આધાર કાર્ડની સ્થિતિ જાણી શકાય છે.
સ્ટેપ 8: વેરિફિકેશન પછી, આધાર કાર્ડ યુઝરના આપેલા એડ્રેસ પર પોસ્ટ કરવામાં આવે છે. આધાર કાર્ડ મેળવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે.