ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન નથી રહ્યા, હાર્ટ એટેકના કારણે થયું નિધન

Sharing This

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન નથી રહ્યા, હાર્ટ એટેકના કારણે થયું નિધન

વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનું નિધન થયું છે. તેઓ 52 વર્ષના હતા. ફોક્સ સ્પોર્ટ્સ ન્યૂઝ અનુસાર, વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈમાં હતો. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વોર્નની મેનેજમેન્ટ ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, શેન કોહ સમુઈના એક વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં તેઓને બચાવી શકાયા ન હતા.

શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વોર્નના નામે છે. તેણે 1992 થી 2007 સુધી 145 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 25.41ની બોલિંગ એવરેજથી 708 વિકેટ લીધી હતી. મુરલીધરને ટેસ્ટમાં 800 વિકેટ લીધી હતી. 1993 થી 2005 સુધી, તેણે 194 વનડેમાં 293 વિકેટ લીધી હતી. 1999 ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. વોર્ન મુરલીધરન પછી ટેસ્ટ અને વનડેમાં સંયુક્ત રીતે 1000 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બન્યો.


1992માં ભારત સામે ડેબ્યૂ કર્યું હતું

શેન વોર્ને 1992માં ભારત સામે સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2007માં ઈંગ્લેન્ડ સામે સિડનીમાં જ રમી હતી. જ્યારે વોર્ન નિવૃત્ત થયો ત્યારે ઓસ્ટ્રેલિયાના અન્ય ત્રણ ખેલાડીઓ પણ નિવૃત્ત થઈ ગયા હતા.

તેમાં ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટિન અને જસ્ટિન લેંગર છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વોર્ને હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. આ પછી, વર્ષ 2008 માં, તેણે IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટનની ભૂમિકા ભજવી અને ટીમને IPLમાં ચેમ્પિયન બનાવ્યું.

વોર્નની કારકિર્દી વિવાદોથી ભરેલી હતી

વોર્ન વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટેસ્ટમાં 3000+ રન બનાવ્યા છે પરંતુ ક્યારેય સદી ફટકારી નથી. મેદાનની બહાર તેની કારકિર્દી ઘણી વખત વિવાદોથી ઘેરાયેલી રહી છે. તે પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવા બદલ પણ દોષિત ઠર્યો હતો. તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય સટ્ટાબાજીના પણ અનેક આરોપો લાગ્યા હતા.

12 કલાક પહેલા ટ્વીટ કરીને રોડે મોર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો
વોર્ને તેની છેલ્લી ટ્વીટ 12 કલાક પહેલા કરી હતી. આ ટ્વીટમાં તેમણે રોડ મોર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે તે અમારી રમતનો મહાન ખેલાડી હતો. તેમણે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને પ્રેરણા આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *