WABetaInfo તરફથી આવ્યો છે અને એવું માનવામાં આવે છે કે તે Google Play Beta પ્રોગ્રામ વર્ઝન 2.22.18.13 પર કેટલાક વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

વોટ્સએપનું આ ફીચર વાસ્તવમાં એ સમય માટે તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે યુઝર વોટ્સએપ ચેટ પરનો મેસેજ ડિલીટ કરે છે અને ડીલીટ ફોર એવરીવન વિકલ્પને બદલે ડીલીટ ફોર મી વિકલ્પ પસંદ કરે છે.

જો કે, આ અનડૂ ડીલીટ મેસેજ ફીચર વોટ્સએપના ફાઈનલ વર્ઝનમાં પ્રવેશ કરી શકશે કે કેમ તે અંગે હાલ કોઈ માહિતી નથી,

પરંતુ જો આવું થાય છે, તો આવું કંઈક કામ કરી શકે છે. વોટ્સએપ બીટા વર્ઝન 2.22.18.13 પર આધારિત, યુઝર્સે ડિલીટ કરેલા મેસેજને રિસ્ટોર કરવા માટે ઝડપથી પ્રયાસ કરવો પડશે કારણ કે ડિલીટ થયેલા મેસેજને રિસ્ટોર કરવામાં થોડીક સેકન્ડનો સમય લાગશે.