Redmi 14C ભારતમાં લોન્ચ, 50MP ડ્યુઅલ કેમેરા 120Hz રિફ્રેશ રેટ રૂ. 10,000માં

Redmi 14C launched in India, 50MP dual camera-specifications-in gujarati
Sharing This

Xiaomi Redmi 14C 5G સ્માર્ટફોન ફીચર, કિંમતઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomiએ ભારતમાં તેનો સસ્તો Redmi 14C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 9,999 રૂપિયા (4GB RAM + 64GB સ્ટોરેજ) થી શરૂ થશે. આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ, ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન, ફ્લિપકાર્ટ અને કેટલાક સ્ટોર્સ પર 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન સ્ટારડસ્ટ પર્પલ, સ્ટારગેઝ બ્લેક, સ્ટારલાઈટ બ્લુ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ઉપરાંત, તે ડ્યુઅલ 5G સિમને સપોર્ટ કરશે.

Redmi 14C ભારતમાં લોન્ચ, 50MP ડ્યુઅલ કેમેરા 120Hz રિફ્રેશ રેટ રૂ. 10,000માં

Xiaomi Redmi 14C 5G: 6.88-inch HD+ ડિસ્પ્લે, Snapdragon 4 Gen 2 પ્રોસેસર
Xiaomi Redmi 14C 5G સ્માર્ટફોનના ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 6.88 ઇંચ HD+ ડિસ્પ્લે છે, જેમાં 600 nits બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ હશે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર સિસ્ટમથી સજ્જ છે, Redmi 14C 5G લેટેસ્ટ Android 14 પર આધારિત Xiaomi Hyper OS પર ચાલે છે, જેમાં ચાર વર્ષની સુરક્ષા અપડેટ્સ મળશે. ધૂળ અને પાણીથી રક્ષણ માટે IP52 રેટિંગ મળ્યું છે. આ સ્માર્ટફોન 4GB RAM + 64GB સ્ટોરેજ અને 6GB + 128 GB સ્ટોરેજ વેરિએન્ટ સાથે બજારમાં ઉપલબ્ધ થશે.

Xiaomi Redmi 14C 5G 6.88-inch HD+ ડિસ્પ્લે, Snapdragon 4 Gen 2 પ્રોસેસર
Imang by-Xiaomi

Xiaomi Redmi 14C 5G ના કેમેરા ફીચર્સ
જો આપણે કેમેરા ફીચર્સ પર નજર કરીએ તો, Redmi 14C 5Gમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં નાઇટ અને HDR મોડ ઉપલબ્ધ છે. Redmi 14C 5Gમાં 5160 mAh બેટરી છે, જે 18W વાયરલેસને સપોર્ટ કરે છે. ફોનમાં ચાર્જિંગ માટે USB Type-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત, સ્માર્ટફોન સાથેના બોક્સમાં 33W ચાર્જર ઉપલબ્ધ છે.

C Redmi 14C 5G ની કિંમત
Redmi 14C 5G નો પાછળનો ભાગ કાચનો બનેલો છે જે તેને પ્રીમિયમ લુક આપે છે. 4GB RAM + 64GB સ્ટોરેજની કિંમત રૂ. 9,999, 4GB RAM + 128GB સ્ટોરેજની કિંમત રૂ. 10,999, 6GB RAM + 128GB સ્ટોરેજની કિંમત રૂ. 11,999 છે. સ્માર્ટફોનમાં સ્પીકર્સ અને હેડફોનને કનેક્ટ કરવા માટે જેક, ઝડપી ઈન્ટરનેટ માટે ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0 અને સુરક્ષા માટે ધાર પર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. Redmi 14Cમાં A4 જેવું વર્ચ્યુઅલ પ્રોક્સિમિટી સેન્સર પણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….