કોણ હતા સિદ્ધાર્થ શુકલા

Sharing This

ટીવી અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજે સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેમણે 40 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. જ્યાં તેમના મૃત્યુના સમાચાર સાંભળીને બોલીવુડ અને ટીવી જગતમાં મૌન છે અને દરેક વ્યક્તિ આઘાતમાં છે. સાથે જ ભોજપુરી સ્ટાર્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે. તેમણે અભિનેતાના મૃત્યુ પર શોક પણ વ્યક્ત કર્યો છે.  

કોણ હતા સિદ્ધાર્થ શુકલા

 


ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામસિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. ‘બિગ બોસ’ જીત્યા બાદ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો હતોશો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.મુંબઈમાં જન્મસિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું

Sidnaaz Jodi Broken: સિદ્ધાર્થ શુક્લા નિધન શે અકેલી પડી ગઈ શહેનાઝ ગિલ બંનેને બિગ બોસ 13 જોડી બની તી

ફિલ્મમાં પણ જોવા મળ્યોસિદ્ધાર્થ શુક્લા 2014માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે ‘બિઝનેસ કી કઝખસ્તાન’માં પમ કામ કર્યું હતું. વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યૂટીફૂલ 3’માં પણ જોવા મળ્યો હતો. ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાંસિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં છે. ‘બિગ બોસ 13’ના પૂર્વ સ્પર્ધક અબુ મલિકે કહ્યું હતું, ‘મેં બે દિવસ પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે મારા એક વીડિયોમાં કામ કરવાનો હતો. તેણે મને કહ્યું હતું કે તે આ વીડિયોમાં કામ કરશે. મને હજી વિશ્વાસ થતો નથી કે તે હવે નથી. મને આ સાંભળીને ઘેરો આઘાત લાગ્યો છે.

Sidharth Shukla News: ‘બાલિકા વધુ’ ફેમ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન

‘બિગ બોસ 13’ની સ્પર્ધક તથા ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્યે કહ્યું હતું, ‘આ વાત સાચી છે કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો. હું હવે ક્યારેય પહેલાંની જેમ નહીં રહી શકું. આ ઘણું જ આઘાતજનક છે. અત્યારે મારી વિશે કોઈ જ શબ્દો નથી

2 Comments on “કોણ હતા સિદ્ધાર્થ શુકલા”

  1. The most common reasons for infidelity between couples are infidelity and lack of trust. In an age without cell phones or the internet, issues of distrust and disloyalty were less of an issue than they are today.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *