વાંકાનેર ના ખેડૂત માટે સારા સમાચાર : મચ્છુડેમ થયો ઓવરફલો જુવો લાઈવ

Sharing This

 આજે વાંકાનેરવાસીઓ તેમજ વાંકાનેર અને ટંકારા તાલુકાના ખેડૂતો માટે ખૂબ સારા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. 

ગત રાત્રે મચ્છુ ડેમની ઉપરવાસમાં વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડતાં મચ્છુ 1 ડેમ માં પાણીને શિકાર આવક થઈ હતી, જેમના કારણે એક જ રાતમાં મચ્છુ 1 ડેમ માં છ ફૂટ જેટલું પાણી આવી જતા 11:40 કલાકે ડેમની સપાટી 47.90 ફુટ નોંધાણી છેવાંકાનેરનો મચ્છુ 1 ડેમ આજે  1 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થઈ ગયો છે.
આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ડેમમાં 15,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક ચાલુ છે .
મચ્છુ 1 ડેમ ઓવરફલો થઇ જતા હવે મચ્છુ 1 ડેમ દ્વારા ખેતીમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે જેના કારણે વાંકાનેર તાલુકાના કેટલાક ગામો તથા ટંકારા તાલુકાના કેટલાક ગામોમાં આ સિંચાઈનું પાણી મળતા ખેડૂતો શિયાળુ પાકનું સારું એવું વાવેતર કરી શકશે. જેથી ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે
મચ્છુ 1 ડેમ ઓવરફલો થઈ જતાં તેમજ હજુ પણ પાણીની મોટી માત્રામાં આવક ચાલુ હોય અને ઉપરવાસમાં વરસાદ પણ ચાલુ હોવાના કારણે મચ્છુ 1 ડેમ નીચવાસમાં આવતા ગામો હોલમઢ, જાલસીકા, મહીકા, ગારીયા,પાંજ, રસિકગઢ, લુણસરીયા, ધમલપર, પંચાસર, વાંકાનેર શહેર, રાતીદેવળી,વાંકીયા, રાણેકપર અને પંચાસીયા ગામના લોકોએ સાવચેતી રાખવી.

2 Comments on “વાંકાનેર ના ખેડૂત માટે સારા સમાચાર : મચ્છુડેમ થયો ઓવરફલો જુવો લાઈવ”

  1. If you’re wondering how to find out if your husband is cheating on you on WhatsApp, I might be able to help. When you ask your partner if he can check his phone, the usual answer is no.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *