WhatsApp વપરાશકર્તાઓના અનુભવને વધારવા માટે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આમાંની એક વિશેષતા પ્રોફાઈલ પિક્ચર માટે “અવતાર”ની પણ છે. આ ફીચર દુનિયાભરના એન્ડ્રોઇડ, આઇઓએસ અને ડેસ્કટોપ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.
વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ આ અંગે જાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટૂંક સમયમાં તમામ WhatsApp યુઝર્સ માટે અવતાર ફીચર રિલીઝ કરી શકે છે.
આનાથી યુઝરના એકંદર અનુભવમાં વધારો થશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપના બીટા યુઝર્સ માટે જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને સત્તાવાર રીતે પણ લોન્ચ કરવામાં આવશે. અહીં અમે તમને આ ફીચર વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
વોટ્સએપ અવતાર ફીચર શું છે?
રિપોર્ટ અનુસાર, વોટ્સએપનું આ ફીચર યુઝર્સને પ્રોફાઈલ ઈમેજ માટે પર્સનલાઈઝ્ડ અવતાર સેટ કરવામાં મદદ કરશે.જો કે આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. આ કારણોસર, એવું માની શકાય છે કે તે Android, iOS અને WhatsApp બીટાના ડેસ્કટૉપ વપરાશકર્તાઓ માટે ભવિષ્યના અપડેટ્સ સાથે રજૂ કરવામાં આવશે તેવું માની શકાય છે.
આ અંગે સાઇટ દ્વારા કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટ WhatsApp એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાંથી લેવામાં આવ્યા છે. તે એ પણ વર્ણવે છે કે કેવી રીતે યુઝર્સ અવતારને પસંદ કરીને કસ્ટમાઇઝ કરી શકે છે.
આમાં, બેકગ્રાઉન્ડ કલર અને અન્ય વસ્તુઓ પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. કંપનીએ આ ફીચરને લઈને કોઈ ચોક્કસ વિગતો શેર કરી નથી. અમારે તેના સત્તાવાર લોન્ચ માટે થોડી રાહ જોવી પડી શકે છે.