દરેક વ્યક્તિના સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્લીકેશન હોય છે જે ઘણો પર્સનલ ડેટા સ્ટોર કરે છે. તમારી લૉક સ્ક્રીન પર મજબૂત પાસવર્ડ હોવા છતાં, જો કોઈ તમારો સ્માર્ટફોન અનલોક કરે તો તમારી અંગત માહિતી અને ડેટા સરળતાથી એક્સેસ કરી શકાય છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, તમે તમારી વ્યક્તિગત અથવા મહત્વપૂર્ણ એપ્લિકેશનોને લોક કરી શકો છો. જો કે ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ છે જેનો ઉપયોગ મોબાઈલ એપ્સને લોક કરવા માટે કરવામાં આવે છે, પરંતુ આ એપ્સમાં તમારો ડેટા ખોવાઈ જવાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન ઉત્પાદકો હવે ફોનમાં એપ લોકને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ આપી રહ્યા છે. હા, તમારી પાસે ફોન પર જ એપ્લિકેશન્સને બ્લોક કરવાનો વિકલ્પ છે. ચાલો જાણીએ એપને બ્લોક કરવાની સરળ રીત…