એપલના સીઈઓ કૂક કહે છે કે, ‘ટેક જાયન્ટ્સ માટે ભારત સૌથી પસંદગીનું બજાર છે’
આ સાથે ટિમે કહ્યું કે તે ભારતીય માર્કેટમાં Appleના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. ભારતીય બજાર માટે એપલના સર્વગ્રાહી અભિગમની રૂપરેખા આપતાં, તેમણે કહ્યું કે એપલ માટે ભારતીય બજારમાં ડેવલપર સપોર્ટથી લઈને માર્કેટ વ્યૂહરચના અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
કૂકે કહ્યું કે એપલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે, જેનાથી તે ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, ભારતીય બજાર અતિ ઉત્તેજક છે. એપલ માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર છે. ભારત તેના વિશાળ ટેલેન્ટ પૂલ, ઓછા ઓપરેટિંગ ખર્ચ અને સપ્લાય ચેન માટે સ્થિર વાતાવરણને કારણે વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બની ગયું છે.
ભારતમાં ઉત્પાદન જરૂરી છે
કૂકે કહ્યું કે ભારતમાં સ્પર્ધાત્મક રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે કે ઉત્પાદન ભારતમાં જ થાય. વૈશ્વિક રાજકારણમાં સતત બદલાવ વચ્ચે, ભારત વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે એક દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp
Pingback: 2 મિનિટ તમારા મોબાઈલ ફોનની બેટરી 100% વધારો - Tech Gujarati SB-NEWS