CERT-In એટલે કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાએ સેમસંગ ફોન યુઝર્સ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. સેમસંગના 4 વર્ઝન માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમસંગ ફોનની ખામીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ યુઝર્સના ફોન હેક કરી શકે છે. ડેટા ચોરાઈ શકે છે, જેમાં યુઝર્સની કોન્ટેક્ટ ડિટેલ, બેંક એકાઉન્ટની માહિતી અને પાસવર્ડનો સમાવેશ થાય છે. CERT-In એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે સેમસંગ મોબાઇલ એન્ડ્રોઇડ વર્ઝન 11, 12, 13 અને 14 માટે સુરક્ષા સમસ્યાઓ છે. આ સેમસંગ ફોનમાં નોક્સ ફીચર્સમાં યોગ્ય એક્સેસ કંટ્રોલનો અભાવ, ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરની ખામી, AR ઈમોજી એપમાં ઓથોરાઈઝેશન પ્રોબ્લેમ જેવી ઘણી સમસ્યાઓ છે. આ નબળાઈઓ હેકર્સને હીપ ઓવરફ્લો અને સ્ટેક-આધારિત બફર ઓવરફ્લોને ટ્રિગર કરવાની મંજૂરી આપી શકે છે. હેકર્સ યુઝર્સના ફોન પર એઆર ઇમોજી એપ ડેટા અને અન્ય ઘણી સંવેદનશીલ માહિતીને એક્સેસ કરી શકે છે.
1 thought on “તમારી પાસે Samsung ફોન છે તો થઈ જાવ સાવધાન ! Alert! Samsung Users Alert”
Comments are closed.