આ 13 શહેરોમાં સૌથી પહેલા 5G સેવા શરૂ થશે, જુઓ સંપૂર્ણ યાદી
બે વર્ષના ટ્રાયલ બાદ ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલે 5જી ટ્રાયલ દરમિયાન ભાગ લીધો હતો, પરંતુ હવે બીજી નવી કંપની અદાણી ગ્રુપ છેલ્લી હરાજીમાં જોડાઈ છે. 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સામેલ અદાણી ગ્રુપની કંપનીનું નામ અદાણી ડેટા નેટવર્ક છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ઓક્ટોબર 2022 સુધીમાં 5G નેટવર્કનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થઈ જશે, જો કે આ પ્લાનની કિંમત કેટલી હશે, તે હજુ ગુપ્ત છે. લૉન્ચ પહેલા, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સે આવા 13 શહેરોની યાદી બહાર પાડી છે જ્યાં 5G સૌથી પહેલા લૉન્ચ કરવામાં આવશે. આવો જાણીએ આ શહેરોના નામ…
ટ્વિટરે કહ્યું- જો સરકાર ‘બ્લોકિંગ ઓર્ડર’ આપતી રહેશે તો અમારો બિઝનેસ બંધ થઈ જશે
આ 13 શહેરોમાં સૌથી પહેલા 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવશે
- બેંગ્લોર
- દિલ્હી
- હૈદરાબાદ
- ગુરુગ્રામ
- લખનૌપુણે
- ચેન્નાઈ
- કોલકાતા
- ગાંધીનગર
- જામનગર
- મુંબઈ
- અમદાવાદ
- ચંડીગઢ
- પુણે