WhatsApp પર Meta AI નો ઉપયોગ હવે સરળ બનશે, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર્સ
વાસ્તવમાં, WhatsAppમાં Meta AI વૉઇસ કમાન્ડ આવવા જઈ રહ્યો છે, જેના પછી તમે Meta AI સાથે વાત કરી શકશો અને તમારા પ્રશ્નોના જવાબ મેળવી શકશો. વોટ્સએપના આ ફીચરનું છેલ્લા મહિનાથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે.
WABetaInfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે Meta AIમાં વોઈસ મોડ ટૂંક સમયમાં આવી રહ્યો છે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, Meta AIનું નવું ફીચર એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.18.18 પર જોઈ શકાય છે.
સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે Meta AI બટન પર ક્લિક કર્યા પછી વોઈસ કમાન્ડનો વિકલ્પ દેખાય છે. તેના પર ટેપ કર્યા પછી, એક વેબફોર્મ બનાવવામાં આવી રહ્યું છે જેમાં અવાજનું મોડ્યુલેશન જોઈ શકાય છે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે Meta AI નો વૉઇસ મોડ 10 ભાષાઓને સપોર્ટ કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp
Pingback: કોલ આવે ત્યારે નેટ બંધ થાય છે ? આ Setting કરો - Tech Gujarati SB-NEWS