Whatsapp માં આવ્યું નવું Photo Scam આ બે સેટિંગ કરો | એક ક્લિક જીવનની સૌથી મોટી ભૂલ બની જશે!

Sharing This

આ કૌભાંડ એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર આવતા મેસેજથી શરૂ થાય છે, જેમાં એક ઝાંખો ફોટો હોય છે. ઉપરાંત, તેમાં એક સંદેશ લખેલો છે જે તમારી જિજ્ઞાસા જગાડે છે, જેમ કે “શું આ તમારો જૂનો ફોટો છે?” અથવા “જુઓ, આમાં કદાચ તમે જ છો!” આવા સંદેશાઓ વાંચ્યા પછી, મોટાભાગના લોકો તે ફોટો ખોલવાનો પ્રયાસ કરે છે અને આ તેમની સૌથી મોટી ભૂલ બની જાય છે.

whatsapp-new-photo-scam-be-careful-like-this

તમે ફોટા પર ક્લિક કરતાની સાથે જ તમને એક લિંક પર મોકલવામાં આવે છે જે નકલી વેબસાઇટ સાથે જોડાયેલી હોય છે. આ વેબસાઇટ પર, તમને બેંક વિગતો, OTP અથવા વ્યક્તિગત માહિતી પૂછવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, આ લિંક તમારા ફોનમાં વાયરસ અથવા સ્પાયવેર પણ ઇન્સ્ટોલ કરે છે, જે ધીમે ધીમે ફોનને હેક કરી શકે છે.

whatsapp-new-photo-scam-be-careful-like-this
imang -Screen Shot

પરિણામે તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ શકે છે અને તમારા અંગત ફોટા કે ડેટા લીક થઈ શકે છે.

આ કૌભાંડની સૌથી ખતરનાક વાત એ છે કે તે તમારી લાગણીઓ સાથે રમીને તમને ફસાવે છે. તેથી, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોઈપણ સંદેશ કે ફોટા પર ક્લિક કરતા પહેલા સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

WhatsApp ની પ્રાઇવસી સેટિંગ્સ મજબૂત રાખો, ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો અને તમારા ફોનમાં એક સારો એન્ટી-વાયરસ ઇન્સ્ટોલ કરો. જો ભૂલથી પણ પાસવર્ડ ક્લિક થઈ જાય, તો તરત જ પાસવર્ડ બદલો અને બેંકને જાણ કરો. યાદ રાખો, એક ક્લિક તમારી સંપૂર્ણ ગોપનીયતા જોખમમાં મૂકી શકે છે.