મોબાઇલ

Google Pixel 9 Series: ભારતમાં Google Pixel 9 સિરીઝની લૉન્ચ તારીખ આવી સામે ,જાણો ફીચર્સ

Sharing This

એવું કહેવામાં આવી રહ્યું છે કે Google Pixel 9 સિવાય Pixel 9 Pro અને Pixel 9 Pro Fold પણ લોન્ચ કરવામાં આવશે. ગયા વર્ષે ગૂગલે Pixel 8 Pro અને Pixel Fold લોન્ચ કર્યા હતા. આ પહેલીવાર હશે જ્યારે Pixel 9 Pro Fold ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે.

Google Pixel 9 Series ભારતમાં Google Pixel 9 સિરીઝની લૉન્ચ તારીખ આવી સામે ,જાણો ફીચર્સ

Google Pixel 9 સિરીઝ માટેનું વેબ પેજ પણ ઈ-કોમર્સ સાઈટ પર લાઈવ થઈ ગયું છે. ગૂગલની મેડ બાય ગૂગલ ઇવેન્ટ ભારતમાં 13 ઓગસ્ટે યોજાશે અને ફોનનું વેચાણ 14 ઓગસ્ટથી શરૂ થશે.

નવા ફોન Pixel 9 Pro XLના લોન્ચના સમાચાર પણ છે. Pixel 9 Pro અને Pixel 9 Pro Fold ને Google India વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. વપરાશકર્તાઓ આ માટે સાઇન અપ કરી શકે છે.

Pixel 9 Pro, Pixel 9 Pro Foldના સ્પેસિફિકેશન્સ લીક ​​થયા છે
Pixel 9 Pro 6.3 ઇંચની ડિસ્પ્લે સાથે આવશે. આ સિવાય ફોનમાં 16GB રેમ હશે. Pixel 9 Pro Fold 6.3-inch અને 8-inch મુખ્ય ડિસ્પ્લે સાથે ઓફર કરવામાં આવશે. તેમાં 16GB રેમ પણ હશે. બંને ફોનમાં Tensor G4 પ્રોસેસર હશે.

Pixel 9 Proમાં ત્રણ રિયર કેમેરા હોઈ શકે છે જેમાં પ્રાથમિક લેન્સ 50 મેગાપિક્સલ અને અન્ય બે લેન્સ 48-48 મેગાપિક્સલના હશે. ફ્રન્ટમાં 42 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SB NEWS એપ ડાઉનલોડ કરો

ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ👇👇👇 Follow the Tech Gujarati SB channel on WhatsApp